ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, CAA અને NPR પર દેશના લોકોને સંવૈધાનિક સંસ્થાઓ, સભાઓ અને મીડિયામાં વિચારપૂર્ણ, સાર્થક અને સકારાત્મક ચર્ચામાં ભાગ લેવો જોઇએ કે આ ક્યારે આવ્યુ, કેમ આવ્યું અને તેનો પ્રભાવ શું થશે અને તેમાં કોઇના બદલાવની જરૂર છે.
CAA અને NPR પર હકારાત્મક વાતચિતની જરૂરઃ ઉપ રાષ્ટ્રપતિ - રાષ્ટ્રય જનસંખ્યા રજિસ્ટર(NPR)
હૈદરાબાદઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ રવિવારના રોજ કહ્યું કે સંશોધિત નાગરિકતા કાનુન(CAA) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR) જેવા મુદ્દાઓ પર વિચારપૂર્ણ અને સકારાત્મક વાતચિત જરૂરી છે અને વિરોધ દરમિયાન હિંસા ન હોવી જોઇએ.
CAA અને NPR પર હકારાત્મક વાતચિતની જરૂરઃ ઉપ રાષ્ટ્રપતિ
વધુમાં જણાવ્યું કે, આપણે જો આ વિષય પર ચર્ચા કરીએ તો આપણું તંત્ર મજબૂત થશે અને લોકોની જાણકારી વધશે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્દ્રને પણ અસંતોષ પ્રકટ કરનારા લોકોની આશંકાઓ દૂર કરવી જોઇએ.