શાંતિની અપીલ કરતા ગડકરીએ કહ્યું હતું કે, હું મારા મુસ્લિમ ભાઈઓને અપીલ કરૂં છું કે, કોંગ્રેસના ખોટા અભિયાનને જાણો. તે ફક્ત તમને વોટ મશીન તરીકે જ જુએ છે.
CAA ભારતના કોઈ પણ મુસ્લિમોની વિરોધમાં નથી: નિતિન ગડકરી
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો કોઈ પણ ભારતીય કે મુસ્લિમોની વિરુદ્ધમાં નથી. સાથે જ તેમણે કહ્યું કે, આ ફ્કત ત્રણ પાડોશી દેશોમાં ધાર્મિક રીતે શોષણ થયેલા અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે છે.
nitin gadkari
ઉલ્લેખનીય છે કે, હાલમાં બનેલા નાગરિકતા સંશોધન કાયદા બાદ સમગ્ર દેશમાં સતત હિંસા થઈ રહી છે. ત્યારે આવા સમયે ભાજપ વારંવાર દાવાઓ કરતું આવ્યું છે કે, CAA ભારતના મુસ્લિમ સમુદાયના વિરોધમાં નથી તેમ છતાં પણ વિરોધ યથાવત છે.
જણાવી દઈએ કે, નાગરિકતા સંશોધન કાયદાને સમજવા માટે ભાજપે આગામી 10 દિવસમાં મોટા પાયે અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. આ બાબતને લઈ ભાજપ કાર્યાલયમાં શનિવારના રોજ એક બેઠક પણ યોજાઈ હતી.