નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ દ્વારા જામિયાના ગેટ નંબર 7 પર CAA, NRC અને NPR વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે અને તે દરમ્યાન સ્થાનિકો પણ તેમનો સાથ આપી રહ્યાં હતાં અને ટ્રાફિક પણ કન્ટ્રોલ કરવામાં આવી રહ્યું હતું, જામિયા પ્રદર્શનનની કારણે જામિયા પાસેનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
CAA વિરોધઃ જામિયામાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શનથી છેડો ફાડ્યો - જામિયા મિલિયા ઇસ્લામિયા
જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ CAA, NRC અને NPR વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે અને આ પ્રદર્શન ગુરૂવારના રોજ પણ ચાલુ રહ્યું હતું, પણ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં હવે સ્થાનિક લોકોએ તેમનો સાથ છોડ્યો છે. જ્યારે જામિયા પ્રદર્શનની કારણે જામિયા પાસેનો એક તરફનો રસ્તો બંધ કર્યો છે. જેથી લોકો વન-વે પર ચાલવા મજબૂર થયા છે.
જામિયા મિલિયાના પ્રદર્શન કરનારાનો લોકોએ છોડ્યો સાથ
લોકોને એક તરફના રસ્તા પર બન્ને તરફથી ચાલવાની ફરજ પડી રહી છે. હાલ જામિયાને પણ લોકોનું સમર્થન મળતું બંધ થયું છે. જામિયા પ્રદર્શન ચાલુ થયાના ત્રણ મહિના થઇ ચૂક્યા છે, જામિયાના ગેટ નંબર 7 પર ટેંટ લગાવવામાં આવેલો છે અને ત્યા પ્રદર્શન ચાલી રહ્યું છે.
હવે આ પ્રદર્શનમાં પહેલા કરતા ઓછા લોકો જોવા મળી રહ્યાં છે, હાલ તો એ જોવાનું રહ્યું કે, આ પ્રદર્શન ક્યા સુધી ચાલું રહેશે.