ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA પર કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દાખલ કર્યો જવાબ, કહ્યું- આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતો નથી - નાગરિકતા સંશોધન કાયદા

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પેજનો પ્રારંભિક જવાબ દાખલ કર્યો છે. કેન્દ્રએ કહ્યું કે, CAAથી કોઈપણ નાગરિકના હાલના અધિકારો પર પ્રતિબંધ નથી. આ કાયદો, લોકતાંત્રિક કે ધર્મ-નિરપેક્ષ અધિકારોને પ્રભાવિત કરશે નહીં

CAA પર કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દાખલ કર્યો જવાબ, કહ્યું- આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતો નથી
CAA પર કેન્દ્ર સરકારે સુપ્રીમમાં દાખલ કર્યો જવાબ, કહ્યું- આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરતો નથી

By

Published : Mar 17, 2020, 7:00 PM IST

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના મામલામાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 129 પેજનો પ્રારંભિક જવાબ દાખલ કર્યો છે. કેન્દ્રએ કહ્યું કે, CAAથી કોઈપણ નાગરિકના હાલના અધિકારો પર પ્રતિબંધ નથી. આ કાયદો, લોકતાંત્રિક કે ધર્મ-નિરપેક્ષ અધિકારોને પ્રભાવિત કરશે નહીં.

કેન્દ્ર સરકારે આ જવાબ વિવાદાસ્પદ કાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અપીલોને ધ્યાનમાં રાખીને આપ્યો છે. કેન્દ્રએ તે પણ કહ્યું કે, આ કાયદાથી બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન થવાનો સવાલ ઊભો થતો નથી.

મહત્વનું છે કે, CAA વિરૂદ્ધ અત્યારસુધી ઘણી અરજી દાખલ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે પણ CAA વિરૂદ્ધ સોમવારે અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે, આ કાયદામાં ધર્મને આધાર બનાવવામાં આવ્યો છે. રાજસ્થાન સરકારે CAA કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી અને અરજીમાં કહ્યું હતું કે, CAA કાયદો મૌલિક અધિકારોનો ભંગ કરે છે. CAA બંધારણની મૂળ ભાવનાની વિરૂદ્ધ છે અને તેનો ભંગ કરે છે.

આ પહેલા કેરલ અને પંજાબ સરકારે પણ આ કાયદા વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details