હાલમાં જ થયેલી જાહેરાત પ્રમાણે સમગ્ર દેશમાં કુલ સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે, જેની જાહેરાત ચૂંટણી પંચે ગત રવિવારના રોજ કરી દીધી છે. આ જાહેરાતમાં પંચે અમુક બેઠક ખાલી પડેલી બેઠકો પર મતદાન કરાવાની જાહેરાત પણ કરાવી દીધી છે. ગુજરાતમાં પણ હાલમાં બે બેઠકો પર ધારાસભ્યોએ પલ્લું બદલતા આ બેઠકો ખાલી રહેલી છે. તેથી ત્વરિત આ બેઠકો પર લોકસભાની સાથે સાથે મતદાન કરાવાની જાહેરાત પંચે કરી દીધી છે.
ગુજરાતની માણાવદર અને ધ્રાંગધ્રાં બેઠક આ બંને પર કોંગ્રેસના ધારાસભ્યો હતાં, પરંતુ આ બંને ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતાં આ બેઠકો ખાલી પડેલી છે જેથી ચૂંટણી પંચને આ બેઠક પર મતદાન કરવાની ફરજ પડી છે. આ બંને બેઠકો પર આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની સાથે જ 23 એપ્રિલે મતદાન થશે.