રાજસ્થાનઃ વ્યાજખોરોના ત્રાસથી દૌસા શહેરનામાં આવેલા મહુઆના એક વેપારી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. મળતી માહિતી પ્રમાણે, મૃતકે પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારી કરણસિંહ રાઠોડ મૃતકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મૃતકના શવને ઉતારીને સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડીને તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તેની પાસેથી 5 પાનાની સુસાઈડ નોટ મળી હતી.
રાજસ્થાનના દૌસા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કરી આત્મહત્યા - રાજસ્થાન ન્યૂઝ
દૌસામાં એક વેપારી માનસિક તણાવના પગલે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન વેપારી પાસેથી 5 પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. નોટમાં વેપારીઓએ વ્યાજે પૈસા લીધા હોવાની વાત જણાવી હતી. મૃતકના ભાઈએ મહુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![રાજસ્થાનના દૌસા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કરી આત્મહત્યા Businessman commits suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7938984-thumbnail-3x2-dss.jpg)
સુસાઈડ નોટમાં તેણે વ્યાજખોરો પરેશાન થઈને આત્મહત્યા કરી હોવાનું કારણ જણાવ્યું હતું, ત્યારબાદ મૃતકના ભાઈ મનોજે 11 વ્યાજખોરોના વિરુદ્ધ મહુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ અધિકારીએ કરણસિંહ રાઠોડે સુસાઈડ જપ્ત કરીને આ મામલે આગળની તપાસ હાથ ધરી હતી. મૃતકના ભાઈ મનોજ સાહુએ મહુઆ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના ભાઈને લોટરીના નામે છેતરીને તેની પાસે વ્યાજખોરો વ્યાજ વસૂલતા હતા. જેના કારણે તે આપઘાત કરવા માટે મજબૂર થયો હતો. વ્યાજખોરો અમારા ઘરે આવીને મમ્મી-પપ્પા અને અને તેની ભાભીને પૈસા બાબતે ધમકાવતા હતા.
નોંધનીય છે કે, 3 મહિના પહેલા શિવાની ખંડેલ નામની એક મહિલાએ પણ મહુઆ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, આ લોકોએ 5થી 10 ટકાના વ્યાજના દરથી પૈસથી લઈને તેના રોડ પર લાવીને મૂકી દીધો છે, પરંતુ પોલીસ આ મામલે આરોપીઓને પકડવામાં નિષ્ફળ નીવડી છે.