માર્ચ 2019 દરમિયાન ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવ વધ્યા છે. શાકભાજીના ભાવ પણ નોંધપાત્ર વધ્યા છે. શાકભાજીમાં મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 6.82 ટકાથી માર્ચમાં વધી 28.13 ટકા પર પહોંચી ગયો હતો. જોકે બટાટાનો ભાવ ફેબ્રુઆરીમાં 23.40 ટકાથી ઘટીને માર્ચમાં 1.30 ટકા પર આવી ગયો હતો.
માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં થયો વધારો - increased
નવી દિલ્હીઃ ખાદ્ય અને ઈંધણની કિંમતો વધતાં જથ્થાબંધ મોંઘવારી દરમાં સતત બીજા મહિને વધારો નોંધાયો છે. માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 3.18 ટકા આવ્યો છે. સોમવારના રોજ મોંઘવારી દરનો આંક જાહેર કરાયો હતો. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 2.93 ટકા રહ્યો હતો અને વીતેલા વર્ષના માર્ચ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 2.74 ટકા હતો.
ફાઇલ ફોટો
ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 5.68 ટકા રહ્યો હતો. ઈંધણ અને વીજળીની શ્રેણીમાં ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 2.23 ટકાથી વધીને માર્ચમાં 5.41 ટકા પર પહોંચી ગયો હતો. એક સપ્તાહ પહેલા જાહેર કરાયેલા આંકડા અનુસાર માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 2.57 ટકાથી વધી 2.86 ટકા પર પહોંચી ગયો છે.
Last Updated : Apr 15, 2019, 7:24 PM IST