ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી બસ સાથે અકસ્માત, 5ના મોત, 35 ઇજાગ્રસ્ત - accident news

મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી બસને કોંડાઇબારીમાં રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં બસ 30-40 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે તો 35 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઇજાગ્રસ્તોને નંદુરબારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બસનો અકસ્માત
બસનો અકસ્માત

By

Published : Oct 21, 2020, 8:33 AM IST

Updated : Oct 21, 2020, 9:17 AM IST

  • મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી બસને નડ્યો અકસ્માત
  • ઘટનામાં 5ના મોત, 35થી વધુ લોકો ઘાયલ

નંદુરબાર : કોંડાઇબારી પાસે એક ખીણમાં બસ ખાબકી હતી. આ ખીણ લગભગ 30થી 40 ફૂટ ઉંડી હતી. બસ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ મળતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યો હતો

ખાનગી બસને નડ્યો અકસ્માત

મળતી માહીતી મુજબ જલગામથી એક ખાનગી બસ સુરત જવા રવાના થઇ હતી. જ્યા મધ્યરાત્રીએ બસને કોંડાઇબારી ખીણ નજીક અકસ્માત નડ્યો હતો.જોકે આ અકસ્માત કેવી રીતે થયો તેની કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી છે.

Last Updated : Oct 21, 2020, 9:17 AM IST

ABOUT THE AUTHOR

...view details