આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રામાં ફાઇનાન્સ કંપની દ્વારા બસ હાઇજેક કેસમાં અથડામણ થઇ હતી. માહિતી મુજબ ફતેહાબાદના ફિરોઝાબાદ રોડ પર ચેકીંગ દરમિયાન પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે અથડામણ થયું હતું, જેમાં એક બદમાશના પગમાં ગોળી લાગી છે. જ્યારે બીજો બદમાશ ભાગી ગયો હતો.
યુપીમાં બસ હાઈજેક મામલોઃ અસામાજિક તત્વો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, એક ઘાયલ
ઉત્તર પ્રદેશના આગ્રામાં ફાઇનાન્સ કંપની દ્વારા બસ હાઇજેક મામલામાં બદમાશો અને પોલીસ વચ્ચે અથડામણ થયું હતું. માહિતી મુજબ ફતેહાબાદના ફિરોઝાબાદ રોડ પર ચેકીંગ દરમિયાન પોલીસ અને બદમાશો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક અસામાજિક તત્વના પગમાં ગોળી લાગી છે.
ેુ્િ
આ એન્કાઉન્ટરમાં ઘાયલ અસામાજિક તત્વની ઓળખ પ્રદીપ ગુપ્તા તરીકે થઈ છે. પોલીસે પ્રદીપને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. પ્રદીપ બસ હાઇજેક કેસમાં સંડોવાયેલો હતો.
પોલીસ અધિકારી અને ક્રાઇમ બ્રાંચની ટીમ પ્રદીપની પૂછપરછમાં લાગી છે. પોલીસ અન્ય અસામાજિક તત્વોની શોધમાં છે. બુધવારે મલપુરા પોલીસ સ્ટેશનના નવા દક્ષિણ બાયપાસ ઉપર અસામાજિક તત્વોએ બસ હાઈજેક કરી હતી.