ઉત્તરપ્રદેશ / અલીગઢ : જિલ્લાના સિમરોઠી પાસે યમુના એક્સપ્રેસ હાઈવે પર આજ સવારે ગંભીર અક્સમાત સર્જાયો છે. બસે પલટી મારતા 3 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. બસમાં 45 યાત્રિકો સવાર હતા. આ બસ કાનપુરથી દિલ્હી તરફ જઈ રહી હતી. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી.
અલીગઢ યમુના એક્સપ્રેસ હાઈવે પર બસે પલટી મારતા 3 ના મોત, 25 ઘાયલ - યુપીપોલીસ
ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાના સિમરોઠી પાસે યમુના એક્સપ્રેસ હાઈવે પર આજ સવારે બસે પલટી મારતા ગંભીર અક્સમાત સર્જાયો છે. જેમાં 3 લોકોના મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.
Bus carrying
આ સમગ્ર ઘટના બાદ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે. એક્રસપ્રેસ હાઈ વે પર ક્રેન દ્વારા બસને હાઈવે પરથી દુર કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાને સમગ્ર ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો.