મળતી માહીતી મુજબ મંગળવારે સાંજે ઋષિકેશથી યાત્રિકોથી ભરેલી બસ નંબર UK07 PA 3477 બદ્રીનાથ જઇ રહી હતી. ત્યારે બદ્રીનાથ હાઇ વે પર કર્ણપ્રયાગના કાલેશ્વર મંદિર પાસે બસ ચાલકે કાબુ ગુમવતા બસ ખીણમાં પડી હતી.
બદ્રીનાથ હાઈ-વે પર બસ ખીણમાં ખાબકી, 25 યાત્રી ઈજાગ્રસ્ત - Uttarakhand
ન્યૂઝ ડેસ્કઃ મંગળવારની સાંજે ઋષિકેશથી યાત્રિકોથી ભરેલી બસ બદ્રીનાથ જઇ રહી હતી. ત્યારે બદ્રીનાથ હાઇ-વે પર કર્ણપ્રાગના કાલેશ્વરની પાસે બસ ચાલકે કાબુ ગુમાવતા બસ ખીણમાં પડી હતી. જેમાં 25 મુસાફરો ઘાયલ થયા છે. આ તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ત્યારે આ ઘટનાની જાણ થતાની સાથે જ લંગાસૂ પોલીસ મથકના અધિકારીઓ પહોંચી ગયા હતા. તેમણે રેસ્ક્યૂ કરીને તેમને કર્ણપ્રયાગ પહોંચાડવામાં આવ્યા હતા. સીએચસીમાં આ તમામ ઘાયલોની સારવાર થઇ રહી છે. ત્યારે ગંભીરરૂપે ઘાયલ થયેલા 3 યાત્રિઓને સેન્ટર શ્રીનગર બેસના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
તો પોલીસ મુજબ બસમાં કુલ 28 યાત્રિઓ સવાર હતા.જેમાંથી 25 યાત્રિઓને ઇજા થઇ છે. બસમાં હરિયાણા, પંજાબ, ગુજરાત, ઔરંગાબાદ તથા બનારસના રહેવાસીઓ હતા. પોલીસે સમગ્ર બાબતની વિગત મેળવીને આગળની તપાસ શરૂ કરી છે.