હોલ તો આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મહબૂબનગરને સોંપવામાં આવ્યો છે.તો કોર્ટને અપીલ કરવામાં આવી છે કે આ કેસમાં ટૂંક સમયમાં જ નિર્ણય આપવામાં આવે. ત્યારે આ મામલે પાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ પોતાની એક ટીમ હૈદરાબાદ રવાના કરી છે.Etv ભારત સાથે વાત કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું કે,આ ખુબ જ શરમજનક ઘટના છે.તેમણે કહ્યું કે, આ કેસમાં રાજ્ય સરકાર પર કાર્યવાહી માટે તેઓ દબાણ કરશે અને પીડિતાના પરિવાર સાથે પણ મુલાકાત કરશે.
તેલંગણામાં જે સ્થળેથી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરીને સળગાવી હતી,તે જ સ્થળેથી વધુ એક મહિલાનો મૃતદહે મળ્યો - hyderabad rape case news
હૈદરાબાદ : તેલંગાણાના હૈદરાબાદની પાસે ગુરુવારે 27 વર્ષની વેટરનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી. સ્કુટી પંચર થવાના પગલે આ ડોક્ટર ટોલ પ્લાઝા પર હતી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પંચર બનાવવાના બહાને તેણીને લઈ ગયા હતા અને બાદમાં દુષ્કર્મ કર્યું.જે બાદ મહિલાને સળગાવી દેવામાં આવી હતી.ગેંગરેપના મામલે હૈદરાબાદની સાયરાબાદ પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ગાડીના ડ્રાઈવર અને એક ક્લીનર છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ અરીફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નેકશવુલુ તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે પહેલા આ લોકોએ પીડિતાને કિડનેપ કરી અને ત્યારબાદ ગેંગરેપને અંજામ આપ્યો. ગેંગરેપ બાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. હજુ તો ઘટના પર પોલીસ તપાસ કરી રહી હતી કે આજે ફરી એક વખત એજ સ્થળે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ મહિલા કોણ છે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

વધુ એક મહિલાનો મૃતદહે મળ્યો
ઉલ્લેખનીય છે તે 27 વર્ષીય મહિલા ડોક્ટરનો મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો.જે આ ઘટનાના એક દિવસ આગાઉ ગુમ થઇ હતી.અમુક સ્થાનિકો દ્વારા તેના ખરાબ મૃતદેહને જોવામાં આવ્યો હતો અને સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી . જે બાદ પોલીસે સમગ્ર વિગતો મેળવીને આગળની તપાસ શરૂ કરી હતી.