બુંદેલખંડમાં અંગ્રેજો વિરુદ્ધ આટલું મોટું આંદોલન ક્યારે પણ થયું ન હતુ. ત્યારબાદ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને દેશી ઉત્પાદનોને વધારવા માટે 14 જાન્યુઆરી 1931ના સંહિપુરમાં મકર સંક્રાતિના દિવસે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 700 થી પણ વધુ લોકો સામેલ થયા હતા.
14 જાન્યુઆરી 1931ની તારીખ ઈતિહાસના પન્નામાં હંમેશા માટે તારીખ દાખલ થઈ હતી. કારણ કે, આ બેઠક કામ ન કરવા માટે અંગ્રેજોએ બુંદેલખંડની ધરતી ને પણ ખુનથી લાલ કરી જલિયાવાલા બાગ જેવી બનાવી હતી. અંગ્રેજા સૈનિકોએ ક્રાંતિકારિયો પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 200 આંદોલનકારી ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા.