આ પ્રચંડ વાવાઝોડના પ્રભાવના કારણે તટીય જિલ્લાઓમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ચક્રવાતી વાવાઝોડાએ મોટી સંખ્યામાં વૃક્ષોને મૂળમાંથી ઉખાડી નાખ્યા છે. જ્યારે એનડીઆરએફ, ઓડીઆરએફ, પોલીસ અને અગ્નિશામક કર્મીઓ રસ્તા પર પડેલા વૃક્ષો હટાવી રહ્યા છે. જેથી તાત્કાલિક વ્યવસ્થામાં સુધારો કરી શકાય.
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પશ્ચિમ બંગાળમાં 12 કલાક માટે ફ્લાઈટો રદ્દ કરી દેવાઈ છે. કોલકાત્તા એરપોર્ટ પર કામકાજ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયુ છે.
ગૃહવિભાગની સુરક્ષા વ્યવસ્થા પર નજર
કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા શાહ અને કેબિનેટ સચિવ રાજીવ ગૉબાને દેશભરની સુરક્ષા સ્થિતિની જાણકારી આપી છે. ગૉબા બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડા બુલબુલ માટે જરૂરી રાહત અને બચાવ અભિયાનની તૈયારી માટે રાષ્ટ્રીય રાહત ભંડોળ સમિતનિની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. બુલબુલથી પશ્ચિમ બંગાળ અને ઓડિસાના તટીય જિલ્લા પ્રભાવિત હોવાની શક્યતાઓ છે.
ચક્રવાત બુલબુલનો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કહેર
બુલબુલ સામે સુરક્ષા માટે નૌસેના તૈયાર
પ્રચંડ ચક્રવાતી તોફાન બુલબુલના પ્રભાવથી સર્જાનાર કોઈ પણ સમસ્યાનો સામનો કરવા માટે ભારતીય નૌસેના પોતાના વિમાન અને ત્રણેય જહાજને તૈયાર રાખ્યા છે. આ જાણકરી સુરક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આપી