પશ્ચિમ બંગાળમાં ચક્રવાત બુલબુલથી 23,811 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્રણ જિલ્લામાં લગભગ 35 લાખ લોકોને અસર થઇ હતી. રાજ્ય સરકાર દ્વારા ચક્રવાત 'બુલબુલ'ને કારણે થયેલા નુકશાન અંગે શનિવારે કેન્દ્ર સરકારની એક ટીમને સોંપેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.
કેન્દ્રીય દળના સભ્યોએ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિન્હાની સાથે સચિવાલયની એક બેઠકમાં આ રિપોર્ટ સોંપવામાં આવ્યો અને એક અલગથી રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.