રાયગઢઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કાજળપુરા મહોલ્લા ખાતે તારીક ગાર્ડન નામે એક પાંચ માળની ઈમારત સોમવારે સાંજે 6.30 વાગ્યે તૂટી પડી હતી, જેમાં 200 રહેવાસીઓ દટાઈ ગયા હતાં. આ દુર્ઘટના પહેલા લગભગ એક કલાક સુધી ઇમારત હલી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયાં છે. કાટમાળ હેઠળથી ચીસો સંભળાતી હોવાથી અગ્નિશમન દળ, સ્થાનિક પોલીસ, એનડીઆરએફની ટીમો, જિલ્લાધિકારી કાર્યાલયના કર્મચારીઓ અને સ્થાનિકોએ યુદ્ધને ધોરણે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
મહારાષ્ટ્રના રાયગઢમાં મકાન ધરાશાયી, 10 લોકોના મોત
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં પાંચમાળનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં ઘણા લોકો મકાનના કાટમાળ નીચે દબાયા હતાં. મળતી માહિતી પ્રમાણે 47 પરિવારો આ પાંચમાળના મકાન દબાયા હતાં. પ્રાથમિક તબક્કે 18 લોકો ફસાયા છે. જ્યારે આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયાં છે. જો કે, હાલ લોકોને બહાર કાંઢવાની કામગીરી ચાલુ છે. આ અંગે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, આ ઘટનામાં 200 લોકો દબાયા હતાં.
મોડી રાત્રે લાઈટ્સ લગાવીને પણ કાટમાળ હટાવવાનું કામ ચાલુ હતું. ઈમારત તૂટી પડવાનો મોટો અવાજ થતાં ઈમારતમાંથી 10થી 15 લોકો બહાર દોડી આવતાં તેઓ બચી ગયા હતા. ઈમારત તૂટી પડવાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. આ અંગે વડાપ્રધાન કાર્યાલયે અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું અને NDRFને બનતી મદદ કરવા કહ્યું હતું.
ઈમારત તૂટી પડીને સિમેન્ટ, માટી અને ફર્નિચરનો પ્રચંડ ઢગલો થઈ ગયો હતો. અનેક લોકોનો આક્રોશ અને વિહવળતાનો અવાજ કાટમાળ હેઠળથી આવવાથી સ્થાનિકોએ તુરંત મદદકાર્ય શરૂ કર્યું હતું.