નવી દિલ્હી/નોઇડાઃ રાજધાની દિલ્હીને અડીને આવેલા શહેર નોઇડામાં સેક્ટર -11 માં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. કાટમાળ નીચે દબાયેલા પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હાલ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
નોઇડામાં બિલ્ડિંગ ધરાશાયી, 5 લોકોને બચાવવામાં આવ્યા - NDRF team
રાજધાનીને અડીને આવેલા ઔદ્યોગિક શહેર નોઇડાના સેક્ટર 11 માં એક બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઈ હતી. આ ઘટનામાં 5 લોકોને બચાવવામાં આવ્યાં છે, જ્યારે 2 લોકોની હાલાત ગંભીર છે.
આ ઘટના અંગે ગૌતમ બૌદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ સુહાસ લાલિનકેરે યાતિરાજે જણાવ્યું હતું કે આ ઘટનામાં પાંચ લોકોનો બચાવવામાં આવ્યા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં પોલીસ દળ અને સહાય ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં તેઓએ કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. એવું જાણવા મળ્યું છે કે આ બિલ્ડિંગ બાંધકામના કામ દરમિયાન તૂટી પડી હતી. બિલ્ડિંગમાં એક કંપનીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જ્યાં શુક્રવારે મોડી સાંજે અચાનક બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં 4 થી 5 મજૂરો દફન થયાના એહેવાલ છે.