ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈમાં ઈમારત ધરાશાયી થતાં 6ના મોત તો અનેક ઘાયલ, બચાવ કામગીરી શરૂ

મુંબઈ સીએસટીમાં જીપીઓ પાસે પાંચ માળની ભાનુશાળી ઈમારતનો અડધો હિસ્સો ધરાશાયી થયો હતો. જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Mumbai
Mumbai

By

Published : Jul 17, 2020, 10:18 AM IST

મુંબઈઃ મુંબઈ સીએસટીમાં જીપીઓ પાસે પાંચ માળની ભાનુશાળી ઈમારતનો અડધો હિસ્સો ધરાશાયી થયો હતો. જેમાં છ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોમાંથી 23 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. જોકે હાલ બચાવ કામગીરી શરૂ છે.

આ દુર્ઘટનામાં કાટમાળ નીચે કેટલાય લોકો ફસાયા છે. હાલ 23 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઈમારતના બચેલા ભાગમાં પણ કેટલાય લોકો ફસાયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ છે.

મુંબઈ ઈમારત ધરાશાયી થતાં 6ના મોત તો અનેક ઘાયલ

શુક્રવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં પાંચ માળની ઈમારતનો અડધો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ ઘટનાને લઈ મહારાષ્ટ્રના આવાસ પ્રધાન જિતેન્દ્ર અવહાદે કહ્યું કે સરકાર ઈમારત ધરાશાયીની ઘટનાઓને રોકવા માળખાકિય ઢાંચના વિકાસ પર વિચાર કરશે.

ABOUT THE AUTHOR

...view details