મહારાષ્ટ્રના થાને જિલ્લાના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ છે.
મહારાષ્ટ્રના ભિંવડીમાં ઈમારત ધરાશાયી, 2ના મોત - ભિવંડી
મુંબઈઃ થાને જિલ્લાના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત છે. હાલ બચાવ કામગીરી ચાલુ છે.
Maharastra
મળતી માહિતી અનુસાર ઈમારતનો એક સ્તંભ તુટવાની શક્યતાઓ દેખાતી હતી. જેને લઈ આપાતકાલીન ટીમને પણ બોલાવવામાં આવી હતી. જેમણે ઈમારત પડવાના એંધાણ આપ્યા હોવાથી ઈમારત ખાલી કરાવી હતી. પરંતુ કેટલાક લોકો અનુમતી વગર ઈમારતમાં ઘુસી ગયા હતા. જે બાદ તુરંત ઈમારત ધરાશાયી હતી. જેમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ગંભીર ઘાયલ છે. જેની હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.