સૂત્રોએ જણાવ્યું કે, સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિ સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ સુધી બે તબક્કામાં રાખવા સુચન કર્યુ છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 2 માર્ચથી 3 એપ્રિલ સુધી ચાલશે.
31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર: 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે - સામાન્ય બજેટ
નવી દિલ્હી: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે 3 એપ્રિલે સુધી ચાલશે. આ બજેટ સત્રમાં 1 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. જેની જાણકારી સૂત્રોએ બુધવારના રોજ આપી હતી.
31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર
બજેટ સત્રની વચ્ચે ઓછામાં ઓછો એક મહિનાનો સમયગાળો રાખવામાં આવતો હોય છે. આ સમયે મંત્રાલયો, વિભાગોથી જોડાયેલ સંસદીય સમિતિ બજેટ ફાળવણી દરખાસ્તોની તપાસ કરે છે.