ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2019: દસ કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકો પર લાગી શકે છે 40 ટકા ટેક્ષ - Income

નવી દિલ્હી: આગામી સામાન્ય બજેટમાં વ્યક્તિગત આવકવેરા ચૂકવનારાઓ માટે કર મુક્તિ મર્યાદા વર્તમાન 2.5 લાખ રૂપિયા કરતા વધારવામાં આવી શકે છે. સાથે જ 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતાં લોકો પર 40 ટકા જેટલો કર પણ લાગુ કરવામાં આવી શકે છે. આ બાબતે KPMGના એક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે. KPMG દ્વારા ભારતના 2019-20ના બજેટ પહેલાં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં, વિવિધ ઉદ્યોગોમાંથી 226 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે.

carore

By

Published : Jul 3, 2019, 10:09 AM IST

સર્વેક્ષણમાં 74 ટકા લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારી દેવામાં આવશે. તે જ સમયે, 58 ટકા લોકોએ કહ્યું કે સરકાર 10 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરતા સમૃદ્ધ લોકો માટે 40 ટકા ઊંચા દરે કરવેરા કરવાનું વિચારી શકે છે.

સર્વેક્ષણમાં, 13 ટકા લોકોનો અભિપ્રાય એવો હતો કે વિરાસત ટેક્સ પાછો ખેંચી શકાય છે, જ્યારે 10 ટકાએ જણાવ્યું હતું કે મિલકત કર - એસ્ટેટ ફી ફરીથી અમલમાં મૂકવી જોઈએ.

ઘરોની માગમાં વધારો કરવા માટે, 65 ટકા લોકો માને છે કે હાઉસિંગ લોન પર વ્યાજ ચૂકવવાના વ્યાજ પર કર કપાત મર્યાદા બે લાખ રૂપિયાથી વધારી શકાય છે.

તે જ સમયે 51 ટકા લોકોએ જણાવ્યું હતું કે, હોમ લોનની મુખ્ય રકમની ચુકવણી પર કલમ 80 C હેઠળ રૂ. 1.5 લાખની વર્તમાન કર છૂટ મર્યાદાથી સરકાર અલગ રકમ નક્કી કરી શકે છે.

જો કે, 53 ટકા લોકો એવુ માને છે કે, નાણાપ્રધાન નિર્મલા સિતારમણ 5 જુલાઇના રોજ આવનારા બજેટમાં કોઈ મોટો ફેરફાર કરશે નહીં. તે જ સમયે 46 ટકા લોકોએ કહ્યું કે, કોર્પોરેટ ટેક્સનો દર તમામ કંપનીઓ માટે ઘટાડીને 25 ટકા કરવો જોઈએ નહીં.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details