આજે અમે તમને જણાવીશું બજેટને લઇને અમુક રોચક તથ્યો અને થોડો ઇતિહાસ જે દરેકે જાણવો જરૂરી છે.
આખરે બજેટ રજૂ કરવા માટે શા માટે સૂટકેસનો જ ઉપયોગ થાય છે?
બ્રિટનના તત્કાલિન ચાંસલર ઓફ એક્સચેકરના પ્રમુખ વિલિયમ ઇવર્ટ ગ્લૈડસ્ટોને તેમની સાથે એક લાલ સૂટકેસ રાખી હતી. જેને લાલ બોક્સ અથવા બજેટ બોક્સના તરીકે ઓળખવામાં આવી હતી. આ સુટકેસમાં બજેટના કાગળો હતા. જે બાદ આ પરંપરા આજ સુધી કાયમ રહી છે.
ભારતીય સંવિધાનમાં બજેટનો ક્યાંય પણ ઉલ્લેખ નહીં
આ વાત જાણીને તમને થોડી નવાઇ લાગશે કે ભારતીય સંવિધાનમાં ક્યાંય બજેટ શબ્દનો ઉલ્લેખ જ નથી. પરંતુ સંવિધાનના અનુચ્છેદ 112માં તેને વાર્ષિક નાણાકીય વિવરણ નામ આપવામાં આવ્યું છે. આ વિવરણમાં સરકાર આખા વર્ષના પોતાના અનુમાનિત ખર્ચ અને થનારા ટેક્સનો એક અહેવાલ રજૂ કરે છે.
ભારતનું પ્રથમ બજેટ
સૌથી પહેલા વાત કરીએ તો પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું તેની તો ભારતનું સૌ પ્રથમ બજેટ બ્રિટિશ વાઇસરોયની કાઉન્સિલના મેમ્બર જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. આ પ્રક્રિયા 18 ફેબ્રુઆરી 1860ના રોજ શરૂ થઇ હતી. બ્રિટિશ સરકાર દ્વારા બજેટ સાંજે 5 કલાકે રજૂ કરવામાં આવતું હતું. સાંજની પ્રસ્તુતિને કર (વેરા) સંગ્રહ એજન્સિઓને બજેટમાં કરવામાં આવેલા પરિવર્તનો પર કામ કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા.
આઝાદી પહેલાનું બજેટ
ભારતને પોતાની સ્વતંત્રતા મળ્યા પહેલા અંતિમ બજેટ લિયાકત અલી ખાને 9 ઓક્ટોબર 1946ના રોજ રજૂ કર્યું હતું. જો કે, તે 14 ઓગસ્ટ 1947 સુધીનું જ હતું.
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ
સ્વતંત્રતા બાદનું સૌ પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આર. કે શનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
રિપબ્લિક ભારતનું પહેલું બજેટ
રિપબ્લિક ઓફ ઇન્ડિયાનું પ્રથમ બજેટ નાણાપ્રધાન તરીકે જૉન મથાઇએ રજૂ કર્યું હતું. શનમુખમ બાદ જૉન મથાઇ 1949-50 માટે બજેટ રજૂ કરનારા બીજા નાણાપ્રધાન બન્યા હતા. આ બજેટને રોડમેપની યોજના આયોગ માટે બનાવવામાં આવ્યું હતું.
નિર્વાચિત સરકારનું પ્રથમ બજેટ
ભારત પહેલા પસંદ કરેલી સરકારનું બજેટ સીડી દેશમુખે રજૂ કર્યું હતું. સીડી દેશમુખે કુલ 7 વખત બજેટ રજૂ કર્યું છે.
પ્રથમ વડાપ્રધાન કે જેમણે રજૂ કર્યું બજેટ
નાણાપ્રધાન ટી ટી કૃષ્ણમચારીના રાજીનામા બાદ વર્ષ 1958માં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને બજેટ રજૂ કરવાની ફરજ પડી હતી. વડાપ્રધાને આ બજેટમાં ડિરેક્ટ ટેક્સ હેઠળ પ્રથમવાર ગિફ્ટ પર ટેક્સ લાદવાની જોગવાઇ રજૂ કરી હતી.
ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ બજેટનું છાપકામ હિન્દીમાં શરૂ
પ્રથમવાર નાણાકીય વર્ષ 1955-56માં બજેટ દસ્તાવેજ હિન્દી ભાષામાં લખવામાં આવ્યો હતો. જે બાદ આ પરંપરા દર વર્ષે આગળ વધારવામાં આવી હતી.
પોતાના જન્મદિવસે રજૂ કર્યું બજેટ
મોરારજી દેસાઇએ 1964 અને 1968માં પોતાના જન્મદિવસે બજેટ રજૂ કર્યું હતું. તેઓ પોતાના જન્મદિવસે બજેટ રજૂ કરનારા પ્રથમ વડાપ્રધાન હતા.
ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ જ્યારે ઇન્દિરા ગાંધીએ રજૂ કર્યું સામાન્ય બજેટ
વર્ષ 1970માં મોરારજી દેસાઇના રાજીનામા બાદ ઇન્દિરા ગાંધી સૌ પ્રથમ મહિલા અને પહેલા મહિલા વડાપ્રધાન હતા કે જેમણે બજેટ રજૂ કર્યું હતું.
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇંન્દિરા ગાંધી જ્યારે સાંજના પાંચ કલાકની જગ્યાએ સવારે 11 કલાકે બજેટ થયું રજૂ
વર્ષ 2000 સુધી કેન્દ્રીય બજેટને ફેબ્રુઆરી મહિનાના અંતિમ કાર્ય દિવસે સાંજના 5 કલાકે રજૂ કરવામાં આવતું હતું. આ અભ્યાસ વસાહતી કાળથી વિરાસતમાં મળ્યો હતો જ્યારે બ્રિટિશ સંસદ બપોરે બજેટ રજૂ કરતાં હતા. જે બાદ ભારતે સાંજે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી હતી. અટલ બિહારી વાજપેયીની NDA સરકારના તત્કાલિન નાણાપ્રધાન યશવંત સિન્હા હતા. જેમણે, પરંપરા તોડીને 2001ના કેન્દ્રીય બજેટના સમયને બદલીને સવારના 11 કલાકે ઘોષિત કર્યું હતું અને આ સાથે જ યશવંત સિન્હા સવારના સમયે બજેટ રજૂ કરનારા પ્રથમ નાણાપ્રધાન બન્યા હતા.
ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિન્હા મોદી સરકારે બદલી બજેટ રજૂ કરવાની તારીખ
વર્ષ 2016માં મોદી સરકાર દ્વારા બજેટમાં એક મોટો બદલાવ કરવામાં આવ્યો હતો. બજેટની સ્વીકૃતિમાં આગળની મુશ્કેલીઓને દૂર કરવા માટે 1 એપ્રિલને નવા નાણાકીય વર્ષ તરીકે શરૂઆતને ચિહ્નિત કરવા માટે બજેટ રજૂ કરવાની તારીખ 28 ફેબ્રુઆરીથી 1 ફેબ્રુઆરી સ્થાનાંતરિત કરવામાં આવી હતી.
તો આ રીતે રેલ બજેટ બન્યું સામાન્ય બજેટ
સામાન્ય બજેટ અને રેલવે બજેટ સાંસદમાં અલગ-અલગ દિવસે રજૂ કરવામાં આવતું હતું. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ વર્ષો જૂની પ્રથાને સમાપ્ત કરી હતી અને 2017થી રેલવે બજેટની ઘોષણા પણ સામાન્ય બજેટમાં જ રજૂ કરવામાં આવી હતી.
દેશની પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણાપ્રધાન
નિર્મલા સીતારમણ દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણાપ્રધાન છે જે 5 જૂલાઇએ બજેટ રજૂ કરશે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પાસે નાણા મંત્રાલય હતું અને તેમણે બજેટ પણ રજૂ કર્યું હતું. પરંતુ, ઇન્દિરા ગાંધી પૂર્ણકાલિન નાણાપ્રધાન ન હતા.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ