આ વર્ષે શેરબજારે આ સમગ્ર સપ્તાહ દરમિયાન નિરાશાજનક વલણ દર્શાવ્યું રહ્યું હતું. સોમ-મંગળવારે સેન્સેક્સ 645 આંક ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 194 પોઈન્ટ નીચે ઉતર્યો હતો. જો કે, બુધવારે સેન્સેક્સ 231.80 જેટલો ઉછળીને 41,198.66 સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 73.70 અંકનો સુધારો જોવા મળ્યો હતો.
બજેટમાં ટેક્સ સ્લેબની જાહેરાત બાદ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો - સેન્સેક્સ
મુંબઈઃ શેરબજારમાં આશરે 700 પોઇન્ટનો ઘટાડો જોવા મળે છે. શનિવારે રજા હોવા છતાં બજેટને ધ્યાનમાં રાખીને શેરબજારે કામગીરી ચાલુ રાખી છે, ત્યારે આરંભિક વલણ બજેટ પ્રત્યેની નિરાશા દર્શાવ્યું હતું. જેથી નિફ્ટી પણ 75 પોઇન્ટના મામુલી ઘટાડા સાથે કામકાજ કરી રહ્યો છે. જો કે, બજેટની સંભવિત જાહેરાતો ઉપરાંત બ્રેક્ઝિટ અને ચીનમાં કોરોના વાયરસ જેવા વૈશ્વિક સંજોગો પણ નિરાશાજનક વલણ માટે જવાબદાર છે.
બજેટમાં ટેક્સ સ્લેબની જાહેરાત બાદ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો
ગુરુવારે શેર માર્કેટ ફરી નીચું આવ્યું હતું અને સેન્સેક્સ 285 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 94 પોઈન્ટ તૂટ્યો હતો. શુક્રવારે દિવસના અંતે સેન્સેક્સ વધુ 190 પોઈન્ટ તૂટીને 40,723.49 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં 73.70 પોઈન્ટ સાથે ઘટીને 11,962.10 પર બંધ થયો હતો.
શેરબજારના નિરાશાજનક વલણ માટે બજેટ ઉપરાંત વૈશ્વિક સંજોગો પણ જવાબદાર મનાય છે. બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ ઉપરાંત કોરોના વાયરસના પ્રસરી રહેલા ભયને લીધે પણ બજાર તૂટી રહ્યું હોવાનું અનુમાન છે.