ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2019: 11 વાગ્યાથી રજૂ થશે બજેટ, મોદી સરકાર સામે અનેક પડકાર

ન્યૂઝ ડેસ્ક: આજે કેન્દ્રની મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ બજેટ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રજૂ કરશે. અહીં એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ અગાઉ નાણાપ્રધાન દ્વારા ગુરુવારના રોજ સદનમાં આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા કામની જાણકારી આપવામાં આવી હતી. તો સાથે સાથે આગામી વર્ષની યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બજેટમાં જોવા જઈએ તો તમામ સેક્ટરને અનેક આશા છે.

ians

By

Published : Jul 5, 2019, 12:15 AM IST

Updated : Jul 5, 2019, 7:53 AM IST

સદનમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કરતી વેળાએ નાણાપ્રધાને જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષમાં વિકાસ દર 7 ટકાની આસપાસ રહે તેવી સંભાવના છે. આ ઝડપને વધારી 8 ટકા વિકાસ દર કરવાની યોજના છે, કારણ કે, 2025 સુધીમાં 5 લાખ કરોડ ડૉલરની ઈકોનોમી બનાવા માટે વિકાસ દર 8 ટકા હોવો આવશ્યક છે.

નાણાપ્રધાન અને તેમની ટીમ

અહીં આપણે વાત કરીએ આર્થિક રીતે મોદી સરકારને જે ચેલેન્જનો સામનો કરવાનો છે તેમાં જોઈએ તો, હાલ જીડીપી 6.8 ટકા પર આવી ગયો છે, નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ભાગમાં તો આ વિકાસ દર ઘટીને 5.8 ટકા પર રહી ગયો હતો. જે વિતેલા પાંચ વર્ષમાં સૌથી ઓછો છે. તો સામે વળી રોજગારીને લઈને પણ ઘણા ખરાબ આંકડાઓ આવી રહ્યા છે, જે વિતેલા 45 વર્ષમાં સૌથી વધુ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

મોદી સરકાર 2.0 સામે ચેલેન્જ એ છે, સરકારને માંગમાં વધારો કરવો પડશે તો જ વિકાસ દર ગતિ પકડશે. તેથી આવા સમયે ગ્રામિણ વિસ્તારોમાં પણ માંગ વધારવી જરૂરી બને છે. તેથી જો આ દિશામાં આગળ વધવું હશે તો ખેડૂતો અને ખેતી તરફ સુધારા માટે મહત્વના નિર્ણયો લેવા પડશે. અન્યમાં જોઈએ તો રોજગાર ઉત્પન્ન કરવી એ પણ એક ચેલેન્જ છે.

Last Updated : Jul 5, 2019, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details