ગયા: બોધગયામાં સોમવારે બૌદ્ધ ધર્મગુરૂ 14 દલાઇ લામા તેનજિંગ ગ્યાત્સોનો 85 મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ તકે તિબેટીયન મંદિરમાં બૌદ્ધ ભિક્ષુઓએ કેક કાપીને ગર્ભગૃહમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ સાથે તેમની લાંબી ઉંમર માટે બોદ્ધિક ભિક્ષુઓએ મંત્રોચ્ચાર કરી સૂતપાઠ પણ કર્યા હતાં.
ગયામાં બૌદ્ધ ભિક્ષુઓએ 14મા દલાઈ લામાનો જન્મદિવસ ઉજવ્યો - ગયા સમાચાર
14મા દલાઇ લામાનો જન્મ 6 જુલાઇ, 1935ના રોજ થયો હતો. નાનપણથી જ તેમને ઘરની બહાર નીકળવાની વઘારે છૂટ નહોતી. તેમનું જીવન સાધારણ બાળકોથી અલગ હતું.
તિબેટીયન મંદિરના સદસ્ય તેનજિંગ કંગ્યુએ જણાવ્યું કે, આજે બોદ્ધ ધર્મગુરૂ 14 મા ગુરૂ દલાઇ લામાના જન્મદિવસ નિમિત્તે અમે તેમની પૂજા કરીને તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોરોના વાઇરસનું સંક્રમણ જોઇને વધારે ભીડ એકઠી કરાવી નહોતી. આ કારણે અમે એક નાની પાર્ટીની સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
તમને જણાવી દઇએ કે, 14મા દલાઇ લામાનો જન્મ 6 જુલાઇ 1935ના રોજ થયો હતો. નાનપણથી જ તેમને ઘરની બહાર નીકળવાની મનાઇ હતી. તેમનું જીવન સાધારણ બાળકોથી અલગ હતું. નાનપણથી જ તે તિબેટીયનની મુશ્કેલીઓને સમજી ગયા હતા. તેમજ તેમની વિરૂધ્ધ અવાજ પણ ઉઠાવતા હતા. દલાઇ લામાએ દુનિયાને જ્ઞાન અને પ્રકાશથી ભરી દીધું. તેમણે શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપવા માટે અનેક પુસ્તકો પણ લખ્યા છે. બોદ્ધ ધર્મગુરૂને દુનિયામાં શાંતિનો સંદેશ પ્રદાન કરવા નોબલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે.