તો બીજી બાજુ ધોસીથી અતુલરાય, સલેમપુરથી આરએસ કુશવાહા, જૌનપુરથી શ્યામ સિંહ યાદવ, મછલી શહેર સુરક્ષિત શ્રી રામ, ગાજીપુરથી અફજલ અંસારી, ભદોહીથી રંગનાથ મિશ્રાને બસપાના ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા 22 માર્ચે BSPએ ઉત્તરપ્રદેશના પોતાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 11 લોકસભા સીટોના ઉમેદવારના નામની જાહેરાત કરવામા આવી હતી. વધુમાં જણાવીએ તો ઉત્તરપ્રદેશમાં થયેલા ગઠબંધન હેઠળ BSP કુલ 38 લોકસભા સીટ પર પોતાના ઉમેદવારોને ઉતારશે. બસપા સુપ્રીમો માયાવતીએ આ વખતે પોતે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.
BSPએ જાહેર કરી 16 ઉમેદવારોની યાદી, પૂર્વાંચલના 'બાહુબલીઓ'નો સમાવેશ - bsp
ઉત્તરપ્રદેશઃ બહુજન સમાજ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ આ યાદીમાં ઉતરપ્રદેશની 16 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ શ્રેણીમાં બહુજન સમાજ પાર્ટીએ સુલતાનપુરથી ચંદ્રભાન સિંહ સોનુ, પ્રતાપગઢથી અશોક કુમાર ત્રિપાઠી, આંબેડકર નગરથી રિતેશ પાંડેની જાહેરાત કરી છે. તો આ તરફ શ્રીવાસ્તવથી રામ શિરોમણી વર્મા, ડુમરિયાગંજથી આફતાબ આલમ, બસ્તીથી રામ પ્રસાદ ચૌધરી, સંતકબીર નગરથી કુશલ તિવારી, દેવરિયાથી વિનોદ કુમાર જયસ્વાલ, બાંસગાંવ સુરક્ષિતથી સદલ પ્રસાદ, લાલગંજ સુરક્ષિતથી સંગીતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
bsp
વધુમાં જણાવીએ તો, દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં વોટીંગ થવાનું છે. રાજ્યમાં પહેલા તબક્કામાં 8 સીટો પર 11 એપ્રિલે વોટિંગ કરવામાં આવ્યું હતું. હવે યુપીમાં 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેએ વોટીંગ યોજાવાનું છે. તો 23 મેના દિવસે આ તમામ વોટીંગનું પરિણામ આવશે.