ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માયાવતીએ ભાઈને બનાવ્યા વાઈસ પ્રેસિડેન્ટ, ભત્રીજાને પણ મોટી જવાબદારી આપી

લખનઉઃ બહુજન સમાજ પાર્ટી (બસપા)ના અધ્યક્ષ માયાવતીએ રવિવારે પોતાના ભાઈ આનંદ કુમારને પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ અને ભત્રીજા આકાશ આનંદને રાષ્ટ્રીય સંકલનકાર બનાવવાની જાહેરાત કરી છે.

bsp

By

Published : Jun 23, 2019, 7:22 PM IST

માયાવતીએ પોતાના આવાસ પર પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં બસપામા મોટા સંસ્થાકીય બદલાવની જાહેરાત કરી છે. પાર્ટીમાં બે રાષ્ટ્રીય સંકલનકાર બનાવવામાં આવ્યા છે. માયાવતીએ પોતાના ભત્રીજા આનંદની સાથે પાર્ટીના રાષ્ટ્રીય વાઈસ પ્રેસિડેન્ટ રામજી ગૌતમને પણ રાષ્ટ્રીય સંકલનકારની જવાબદારી આપી છે. રામજી ગૌતમ પણ માયાવતીના ભત્રીજા છે.

તેની સાથે જ માયાવતીએ સતીશચંદ્ર મિશ્રને રાજ્યસભામાં પાર્ટીના નેતા અને દાનિશ અલીને લોકસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. આ સિવાય ગિરીશચંદ્રને લોકસભામાં મુખ્ય સચેતક બનાવવામાં આવ્યા છે.

માયાવતીએ આ બેઠકમાં દેશભરમાં બસપાનો વિસ્તાર, નવી રણનીતિ બનાવવા, ઉત્તર પ્રદેશ પેટાચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીંમાં બદલાવને લઈને ચર્ચી કરી હતી. જે રાજ્યોમાં આવતા વર્ષ સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. માયાવતીએ ત્યાં જનમત વધારવા માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

લોકસભા ચૂંટણી 2019 બાદ માયાવતીએ પ્રથમ વખત અખિલ ભારતીય સ્તર પર પાર્ટીની બધી જવાબદારી નેતાઓ, પદાધિકારીઓ અને જોનર ઈન્ચાર્જોની સાથે બેઠક કરી હતી. ઉત્તરપ્રદેશમાં 11 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. તેમા બસપા કોઈની સાથે ગઠબંધન કર્યા વગર મેદાનમાં ઉતર છે.

ABOUT THE AUTHOR

...view details