ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાનપુર કેસ: 12 કલાકની કડક પૂછપરછ બાદ બસપા નેતા અનુપમ દુબેને જામીન પર છોડાયા - કાનપુર ગેંગસ્ટર વિકાસ દુબે

કાનપુરની ઘટનાનાં મુખ્ય સુત્રધાર ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા ઉત્તર પ્રદેશ પોલીસ રાત દિવસ એક કરી રહી છે. પોલીસે રવિવારે વાહન ચેકિંગ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના નેતા અનુપમ દુબેની અટકાયત કરી હતી. પોલીસે તેની 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ જામીન પર છોડ્યા હતા.

ો
કાનપુર કેસ: બસપા નેતા અનુપમ દુબેની 12 કલાક પુછપરછ કર્યા બાદ જામીન પર મુક્તિ

By

Published : Jul 6, 2020, 3:28 PM IST

સીતાપુર: મિશ્રિત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હરદોઈ બોર્ડર પરથી પોલીસે મોંઘીદાટ બે ફોરવ્હીલ ગાડીઓ સાથે 13 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 9 લોકો પાસે હથિયારનું લાઈસન્સ હતું. આ લોકોમાં બીએસપી નેતા અનુપમ દુબે પણ હતાં. અનુપમ હરદોઈની સવાઈપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

આ 13 લોકોમાં એક વ્યક્તિની અટક દુબે છે એ ખબર પડતાં જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. તમામને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતાં. જ્યાં ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. અનુપમ દુબેની કોલ ડીટેઈલ મંગાવી ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે અનુપમ દુબેની 12 કલાક સુધી કડક પૂછપરછ કરી હતી. બંને ગાડી કોના નામ પર છે તેની પણ તપાસ કરાઈ હતી.

તમામ પાસાઓને તપાસ્યા બાદ પોલીસને અનુપમ દુબેના તાર કોઈ પણ રીતે વિકાસ દુબે સાથે જોડાયેલા નથી તેની ખાતરી થઈ હતી. પોલીસે અનુપમ દુબેને જામીન પર છોડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details