રાજસ્થાન: જયપુરમાં છેલ્લા ઘણા સમયથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધારો થઇ રહ્યો છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી રાજસ્થાનની સરહદે સુરક્ષા માટે તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના કોરોનાથી સ્વસ્થ થયેલા જવાનો પ્લાઝમાનું દાન કરશે.
રાજસ્થાન BSF જવાનો કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમાનું દાન કરશે - Rajasthan CM ashok gehlot
રાજસ્થાનના જયપુરમાં આવેલી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપીની ICMR દ્વારા મંજૂરી મળતા 24 દર્દીઓને પ્લાઝમા થેરાપી વડે સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા છે. આથી હવે રાજસ્થાન બોર્ડર પર તૈનાત BSFના જવાનો પણ પ્લાઝમાનું દાન કરશે.
![રાજસ્થાન BSF જવાનો કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમાનું દાન કરશે રાજસ્થાનના BSF જવાનો કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમા નું દાન કરશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:59:10:1594139350-raj-jpr-plazma-04-avb-7203349-07072020212737-0707f-03575-955.jpg)
રાજસ્થાનના BSF જવાનો કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમા નું દાન કરશે
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 54 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા હતા, જેમાંથી 50 જવાનો સ્વસ્થ થયા છે. તેમના પ્લાઝમા દ્વારા ગંભીર હાલતમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ સ્વસ્થ થઈ શકશે.
રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કોરોનાથી 465 લોકોના મોત થઇ ચૂક્યા છે અને જેઓ હાલ ગંભીર હાલતમાં છે તેમના માટે પ્લાઝમાની સારવાર સંજીવનીરૂપ સાબિત થશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત દ્વારા પણ કોરોના દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપી પર ભાર મૂકવામાં આવ્યો છે.