પશ્ચિમ બંગાળમાં બૉર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ(BGB)ના જવાનોએ ફાયરિંગ કરતા વિજયભાનસિંહ નામના હેડ કોન્સટેબલ શહીદ થયા છે. ગુરૂવારે થયેલા ફાયરિંગમાં વિજયભાનસિંહ ઘાયલ થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે.
ભારત-બાંગ્લાદેશની સીમા પર આવેલી પદ્મા નદીમાં ત્રણ માછીમારો મછલી પકડવા ગયા હતા. બે માછીમારોએ પરત ફરી BSFના કાકમારીચર પોસ્ટ પર સૈનિકોનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે BGB દ્વારા ત્રણેય માછીમારોને પકડ્યા બાદ 2ને છોડી મૂક્યા છે. મુક્ત થયેલા માછીમારોને BSFને ફ્લેગ મીટિંગ માટે બોલાવવા સૂચન કર્યુ હતુ.