લોકોએ અમિતને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેણે લોકો ઉપર પણ ફાયરિંગ કર્યા હતા. અનાયસે કોઈને ગોળી વાગી નહોતી. ત્યારે લોકોએ પોલીસને ફોન કરતા પોલીસે તેને પકડી લીધો હતો.
કરોલ બાગ બ્રહ્મપુરીમાં BSF કર્મીએ નાના ભાઇ પર ફાયરિંગ કર્યું
નવી દિલ્હી: કરોલ બાગ બ્રહ્મપુરીમાં શનિવારના રાત્રીના 10 વાગે BSF કર્મીએ તેના નાના ભાઇ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આજુબાજુના લોકોએ તેને સમજાવતા તેમણે લોકો પર ફાયરિંગ કર્યું હતું. પરંતુ કોઇને ગોળી વાગી નહોતી. જયારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
નવી દિલ્હી
આ ઘટનામાં લોકોનું કહેવું છે કે, બંને ભાઇઓના જમીન બાબતે ઝઘડા ચાલતા હતા. જેના કારણે બંને ભાઇઓ દરરોજ ઝઘડતા હતા. જયારે પોલીસ તપાસ કરી રહી છે કે, ફાયરિંગનું સાચું કારણ શું હતું.
બીજી તરફ CCTV તપાસ કરતા જોવા મળ્યું હતું કે, મોટો ભાઇ કેવી રીતે તેના નાના ભાઇને મારી રહ્યો છે.