નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે બ્રિક્સ દેશોના સમૂહને આતંકવાદ સામે લડવા માટે સહયોગ વધારવાનું આહ્વાન કર્યું હતું. જયશંકરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત બેઠકમાં આ વાત કરી હતી. તેમના ચીની સમકક્ષ વાંગ યી પણ સમ્મેલનમાં હાજર હતા.
વિદેશ મંત્રાલય અનુસાર, પોતાના સંબોધનમાં જયશંકરે સમકાલીન વૈશ્વિક વાસ્તવિક્તાઓ અને દુનિયાના લાખો લોકોની ભાવનાઓને પ્રતિબિંબિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
વિદેશ પ્રધાને વિશ્વ વ્યાપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ સ્વાસ્થય સંગઠન જેવા આંતરરાષ્ટ્રીય એકમોમાં સુધારાની સાથે જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી અને અસ્થાયી બંને શ્રેણિઓમાં વિસ્તારનું પણ આહ્વાન કર્યું હતું.
બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.