ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન - undefined
11:57 October 29
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના મુખિયા ગણાતાં કેશુભાઈ પટેલનું નિધન થયું છે. કેસુભાઈ પટેલની તબિયત લથડતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જયાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
જોકે છેલ્લા બે દિવસથી તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો અને તેમને ડિસ્ચાર્જ પણ કરવાના હતાં એવામાં તેમની તબિયત વધુ લથડતાં આજે તેમનું નિધન થયું છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલિફ ઉભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે તેમમે કોરોનાને માત આફી હતી.
TAGGED:
BREAKING