મહારાષ્ટ્ર: જલનાથી ભુસાવલ જતા પરપ્રાંતિય મજૂરો મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. તેઓ ઔરંગાબાદમાં મજૂરો રેલવેના પાટા પર સૂઈ રહ્યા હતા. જે દરમિયાન માલગાડી તેમના પરથી પસાર થતા ઘટનાસ્થળે 16 મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઔરંગાબાદ પાસે ટ્રેન નીચે આવી જતા 16 મજૂરોના મોત મજૂરો મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. રેલવે ટ્રેક પર સાથે ચાલીને જઈ રહ્યા હતા, જે બાદ થાકીને રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા. સવારે 4.30 કલાકની આસપાસ માલવાહક ટ્રેને તેમને અડફેટે લીધા હતા.
આ બાબતે વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો હતો.
રેલવે પ્રધાન પિયુષ ગોયેલે આ અકસ્માત અંગે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન દરમિયાન સૌથી વધુ મજૂર વર્ગને અસર થઈ છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બૈજંત જય પાન્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે વહેલી તકે #ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માત વિશે જાણીને દુ:ખ થયું. કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપ્યા છે. ઈજાગ્રસ્તોની ઝડપથી રિકવરી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેની સંવેદના માટે હું પ્રાર્થના કરૂ છું. ઓમ શાંતિ