એકતરફ ચંદ્રબાબુ નાયડૂ લાંબી રજાઓ માણ્યા બાદ પરત ફર્યા છે, ત્યારે બીજી તરફ પોલીસની હાજરીમાં તેમના ઘરે બુલડોઝર ફેરવવાના આદેશ થઈ ગયા છે. જેના પગલે તેઓ એરપોર્ટથી સીધા પોતાના નિવાસસ્થાન પ્રજાવેદિકા પહોંચશે.
ચંદ્રબાબુ નાયડૂને 'પડ્યા પર પાટ્ટુ', સત્તા ગુમાવ્યા બાદ ઘર પર બુલડોઝર ફરી વળ્યું - praja vedika'
ન્યૂઝ ડેસ્ક: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂના અમરાવતી સ્થિત આવેલા નિવાસસ્થાનને તોડવાના આદેશ નવી રચાયેલી સરકાર દ્વારા આપી દેવાયા છે. જેના વિરોધમાં ટીડીપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીં આવી પહોંચ્યા હતા.
જનમત ગુમાવ્યા બાદ ચંદ્રબાબુ નાયડૂને મળી રહેલી સુવિધાઓ ઘટી રહી છે. તેમના પરિવારની સુરક્ષા ઘટી રહી છે, તો નવનિર્વાચિત મુખ્યપ્રધાન વાઈ.એસ. જગનમોહન રેડ્ડીએ 'પ્રજા વેદિકા' ઈમારતને તોડી પાડવાનો આદેશ કર્યો છે. જેનું કામ મંગળવારથી જ શરૂ થઈ ગયું છે. થોડા દિવસો અગાઉ જ ચંદ્રબાબુએ જનગમોહન રેડ્ડીને પત્ર લખી 'પ્રજાવેદિકા'ને વિરોધપક્ષના નેતાનું આવાસ જાહેર કરવાની માંગ કરી હતી. પરંતુ તેમની માંગણી ફગાવી દેવાઈ હતી.
'પ્રજાવેદિકા'નું નિર્માણ અગાઉની ટીડીપી સરકાર દ્વારા ચંદ્રબાબુ નાયડૂના અધિકૃત નિવાસની પાસે કરાયું હતુ. જેનો ઉપયોગ સરકાર અને પક્ષ બંનેની ગતિવિધિઓ માટે કરાતો હતો. ત્યારે નવી રચાયેલી સરકારના નિર્ણય બાદ ચંદ્રબાબુ નાયડુને 'પડ્યા પર પાટ્ટુ જેવી સ્થિતિ થઈ છે.