વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. સમિટ સિવાય તેમણે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી હતી.
PM મોદીએ મોદીએ બ્રાઝિલમાં ભારતીયોને વીઝા મુક્ત પ્રવેશ આપવાના નિર્ણય વિશે રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો આભાર માન્યો હતો. તે સાથે જ મોદીએ તેમને 2020માં ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેને બોલ્સોનારોએ સ્વીકારી લીધું છે. વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, બ્રાઝિલના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે બિઝનેસ ડેલિગેશન સાથે આવશે. તેઓ અહીં અંતરિક્ષ અને રક્ષા ક્ષેત્રે સહયોગમાં સમજૂતી કરાર કરે તેવી શક્યતા છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સાનારો પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ બનશે - પ્રજાસત્તાક દિવસ 2020
બ્રાસીલિયા: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો 2020માં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમના મુખ્ય અતિથિ બનવાના વડાપ્રધાન મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. PM મોદીએ 11માં બ્રિક્સ શિખર સંમેલનમાં માટે બ્રાઝિલમાં છે. 2020ના પ્રજાસત્તાક દિવસે બ્રાઝિસના રાષ્ટ્રપતિ મુખ્ય અથિતિ બનશે.
file photo
બ્રિક્સ વિશ્વની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાનોનો સમૂહ છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાને લઇને ચર્ચા કરી.
Last Updated : Nov 14, 2019, 11:48 AM IST