સુલતાનપુરમાં પ્રેમીએ પ્રેમિકાના માતા-પિતાની ગળું કાપીને હત્યા કરી - સલારપુર ગામમાં ડબલ મર્ડરનો કેસ
સુલતાનપુરમાં સોમવારની મોડી રાત્રે ગોસાઇગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સલારપુર ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો હતો. જેમાં પ્રેમીએ પ્રેમિકાના માતા-પિતાનું ગળું કાપીને હત્યા કરી છે.

સુલતાનપુર
સુલતાનપુર : સોમવારની મોડી રાત્રે ગોસાઇગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સલારપુર ગામમાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો હતો. જેમાં પ્રેમીએ પ્રેમિકાના માતા-પિતાનું ગળું કાપીને હત્યા કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, યુવતીનો પરિવાર તેના પ્રમિકાને મળવાની મનાઇ કરતો હતો. કેસની માહિતી મળતાં પોલીસ અધિક્ષક શિવ હરી મીના સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં ઘટના બાદ આરોપી પ્રેમી ફરાર છે.