ચંડીગઢ: પંજાબના ગુરદાસપુરના તિબઢ ગામમાં 22 વર્ષીય યુવતીએ લગ્નની ના પાડતાં 24 વર્ષીય પ્રેમીએ તેના પર એસિડ ફેંકી દીધું હતું. જેથી યુવતી ઘાયલ થઇ ગઇ હતી. તેમજ પ્રેમીએ યુવતીના પિતાના પગ પર ઇજા પહોંચાડી હતી.
પંજાબના તિબઢ ગામમાં એક યુવતીએ લગ્નની ના પાડતાં પ્રેમીએ કર્યો એસિડ હુમલો - પંજાબ પોલીસ
ગુરદાસપુરના તિબઢ ગામમાં એક યુવતીએ લગ્નની ના પાડતાં પ્રેમીએ યુવતી અને પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પ્રેમીએ યુવતી પર એસિડ ફેંકી દીધું હતું. તેમજ પરિવાર સાથે મારામારી કરી હતી. જેમાં પોલીસ દ્વારા હજી સુધી આરોપી વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
જે અંગે પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં 1 વર્ષથી તે છોકરો તેને હેરાન કરતો હતો. તેમજ તેની સાથે બળજબરીથી પ્રેમસંબધ બાંધવા માંગતો હતો. આ જાણકારી યુવતીએ તેના પરિવારને આપી હતી. ત્યારબાદ પરિવારે યુવકને સમજાવ્યો હતો. તેમજ બંનેના લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને યુવતી પર એસિડથી હુમલો કર્યો હતો. બાદમાં યુવકે યુવતીના પરિવાર સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં યુવતીના પિતાના પગમાં ઇજા પહોંચી હતી. તેમજ તેનો ભાઇ પણ ઘાયલ થયો હતો.
યુવતીના શરીર પર એસિડ ફેંકતા તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ત્યાં યુવતીના પરિવારને પણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હજી સુધી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.