મુંબઈના ઉદ્યોગપતીએ 136 કરોડનું ઘર ખરીદ્યું - latestgujaratinews
મુંબઈના એક ઉદ્યોગપતીએ વર્ષનું સૌથી મોંઘું ઘર ખરીદ્યું છે. જેની કિંમત અંદાજે 136 કરોડ 27 લાખ રૂપિયા છે. આ ઘર ખરીદનારા ઉદ્યોપતિનું નામ નિરજ કોચર અને કનિકા કોચર જણાવવામાં આવી રહ્યું છે.

etv bharat
મુંબઈ: નિરજ કોચર વિરાજ પ્રોફાઈલ લિમીટેડના અધ્યક્ષ છે. લોઅર પરેલ સ્થિત ઈન્ડિયા બુલ્સ ટાવરમાં તેમણે આ ઘર ખરીદ્યું છે. આ પહેલા વર્ષ 2018માં નિરજ બજાજે મુંબઈમાં 120 કરોડનું ઘર ખરીદ્યું હતું. વર્ષ 2019માં તેમણે મુંબઈમાં 250 કરોડની પ્રૉપટી ખરીદ્યી હતી. જે તેમની વર્ષની સૌથી મોટી ખરીદી હતી.