શ્રીનગર: બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ શનિવારને જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોનના ઘુસવાની ખબર મળી હતી. જેને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરઃ BSFએ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું - જમ્મુ-કાશ્મીરઃ BSFએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું
બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ શનિવારને જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું છે.
Pakistani drone
આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર તાલુકાના રાઠુઆ ગામમાં પાકિસ્તાની ડ્રોનને આગળની પોસ્ટ પર તોડી પાડવામાં આવ્યું હતું.
BSFની 19 બિટાલિયનની પેટ્રોલિંગ પાર્ટીએ સરહદી વિસ્તાર હીરાનગર સેક્ટરના રાઠુઆ ક્ષેત્રમાં એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જોયું હતું. જેના ઉપર 8 રાઉન્ડ ફાયર કરીને ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું.