ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બોર્ડર સીલીંગ: હરિયાણા, યુપીના SDMC સ્ટાફ દિલ્હીમાં રોકાવવાની સુવિધા કરાઈ - દિલ્હી ન્યૂઝ

ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે દિલ્હીની સરહદ સીલ કરવાના બાબતે દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, તેના બંને રાજ્યોના કર્મચારીઓ રાષ્ટ્રીય રાજધાનીમાં રહેવાની સુવિધા થઈ શકે છે.

Delhi
Delhi

By

Published : Apr 30, 2020, 8:21 AM IST

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને હરિયાણા સાથે દિલ્હીની સરહદ સીલ કરવાની બાબતને ધ્યાનમાં રાખીને દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC) એ બુધવારે કહ્યું કે, બંને રાજ્યોના કર્મચારીઓની રહેવાની સુવિધા રાષ્ટ્રીય રાજધાનીમાં થશે.

આ નાગરિક સંસ્થાએ કહ્યું હતું કે, તે આવા કર્મચારીઓ માટે રહેવા અને બોર્ડિંગના ખર્ચની ભરપાઈ કરશે. "વહીવટ અધિકારીઓ અને કર્મચારીઓ, જે હરિયાણા અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે, તેમને રહેવાના અને બોર્ડિંગના ખર્ચની ભરપાઈ કરશે, તેમને SDMCમાં કામ કરવું પડશે,"તેમ SDMCના આદેશમાં જણાયું છે.

આગળ વાત કરતાં જણાવ્યું હતું કે,"કર્મચારી તેમની અનુકૂળતા મુજબ હોટલ, ગેસ્ટ હાઉસ અથવા SDMCના કમ્યુનિટિ હોલમાં રોકાવાનું પસંદ કરી શકે છે ત્યારબાદ તેની ચુકવણી માટે રસીદ સાથે સંબંધિત એચઓડીને વળતર માટેનો દાવો રજૂ કરી શકશે."

ABOUT THE AUTHOR

...view details