ન્યૂઝ ડેસ્કઃ ઘણી વખત દરેક વ્યક્તિ લગભગ કંઈનું કંઈ ભૂલી જતો હોય છે. તેને ફરિયાદ હોય છે કે મને યાદ નથી રહેતું. ખાસ કરીને જ્યારે વ્યક્તિના જીવનમાં એકસાથે ઘણું બધું ઘટિત થઈ રહ્યું હોય. યાદશક્તિ વધારવાના માટે સરળ અને પ્રાકૃતિક ઉપચાર ઉપલબ્ધ છે. બસ તેના માટે આહાર અને જીવનશૈલીને બદલવાની જરુર છે.
- રિફાન્ડ સુગર(ખાંડ)નો ઉપયોગ નહિવત કરો
વધારે પડતી ખાંડનો ઉપયોગ કરવાથી માનસિક તંદુરસ્તી પર અસર પડી શકે છે. શોધકર્તાઓએ જણાવ્યું છે કે, જો આહારમાં વધારે પડતી ખાંડનો ઉપયોગ કરવામાં આવે તો યાદશક્તિ ઓછી થઈ શકે છે. અલ્ઝાઈમર જેવા રોગના લક્ષણો પણ જોવા મળે છે. ફળ અને પીણાં સાથે ખાંડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જંક ફૂડ ખાવાનું બંધ કરો.જંક ફૂડ એટલે કે પિત્ઝા, કેક અને વ્હાઈટ બ્રેડ ખાંડ જેટલા જ હાનિકારક છે. જંક ફૂડ બ્લડ સુગરની માત્રામાં વધારો કરે છે. તેનાથી બ્રેઈન ડેમેજ થવાની શક્યતાઓ રહેલી છે. જંક ફૂડથી ડેમેન્શિયા (ભૂલી જવું, વિચારશક્તિમાં અવરોધ) અને બીજી માનસિક બિમારી થઈ શકે છે.
- પૂરી ઉંઘ લો
તંદુરસ્ત જીવન માટે પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવી બહુ જરુરી છે. યાદશક્તિ માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરુરી છે. એક અભ્યાસ મુજબ ઓછી ઉંઘ લેનારા વ્યક્તિઓમાં યાદશક્તિને લગતી સમસ્યાઓ જોવા મળે છે. સારી યાદશક્તિ માટે 7-9 કલાકની ઉંઘ આવશ્યક છે.
- કસરત કરો
કસરત કરવાથી શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક તંદુરસ્તી પણ સારી રહે છે. નિયમિત કસરત કરવાથી વધતી ઉંમર સાથે ડેમેન્શિયાનો ખતરો ટાળી શકાય છે.
- એન્ટિઓક્સિડન્ટનો સમાવેશ કરો