ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આસારામના 'રાઝ' ખોલતું પુસ્તક 'ગનિંગ ફોર ધ ગૉડમેન' - Rajasthan Police

25 એપ્રિલ 2018એ હાઈકોર્ટના તત્કાલીન જસ્ટિસ મધુસૂદન શર્માએ દુષ્કર્મી આસારામને આજીવન કેદની સજા સંભળાવી હતી. આસારામની ધરપકડ કરવામાં પોલીસે ઘણી મહેનત કરી પડી હતી. રાજસ્થાન પોલીસે આસારામને પાપોની સજા અપાવી છે. જેની પર એક પુસ્તક લખવામાં આવ્યું છે.

book
આસારામ

By

Published : Sep 1, 2020, 6:50 PM IST

જયપુર: 25 એપ્રિલ 2018એ જોધપુર હાઈકોર્ટે 2013માં આશ્રમની એક છોકરી સાથે દુષ્કર્મના મામલામાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામને જોધપુર પોલીસે 31 ઓગસ્ટે 2013ના રોજ છિંડવાડાથી ધરપકડ કરી હતી. DIG અજય પાલ લાંબાને આસારામ દુષ્કર્મ પ્રકરણને લઇને એક પુસ્તક લખ્યું છે. જેનું ટાઈટલ ગનિંગ ફોર ધ ગૉડમેન છે. આ પુસ્તકમાં આસારામની ધરપકડ અને સજા મળી તે સુધીનો સંઘર્ષ છે.

આસારામના 'રાઝ' ખોલતું પુસ્તક 'ગનિંગ ફોર ધ ગૉડમેન'

ગનિંગ ફોર ધ ગૉડમેન પુસ્તક વિશે ETV ભારત સાથે ખાસ વાતચીતમાં DIG અજય પાલ લાંબાએ જણાવ્યું હતું કે, કેવી રીતે FIR દાખલ થયા બાદ આસારામની ધરપકડ કરીને જોધપુર લાવવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરીને આસારામને સજા મળી હતી. આ પ્રકરણને લઇને સમગ્ર દેશમાં પ્રદર્શન થયા અને પોલીસને પણ ધમકીઓ આપવામાં આવી હતી.

DIGના પ્રમાણે પોલીસની શરૂઆતની પૂછપરછમાં આસારામે દાવો કર્યો હતો કે, તેઓ નપુંસક છે, પરંતુ તે બાદ આસારામનો પોટેંસી (મર્દાનગી) ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો દાવો ખોટો સાબિત થયો હતો.

DIG લાંબાએ જણાવ્યું હતું કે, પોલીસની 'ધ ટફ 20' ટીમે આસારામની ધરપકડ કરી હતી. કેવી રીતે દબાણમાં આસારામની ધરપકડ કરવામાં આવી. આ બધી વાતોનો ઉલ્લેખ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

રાજસ્થાન પોલીસના DIG અજય પાલ લાંબાએ જણાવ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં જ્યારે સ્પેશિયલ ટીમ આસારામના ઈન્દોર સ્થિત આશ્રમ પહોંચી અને આસારામની ધરપકડ કરી હતી. જ્યાં વિરોધનો માહોલ હતો.

આસારામના રાઝ ખાલતું પુસ્તક ગનિંગ ફોર ધ ગૉડમેન

DIG અજય પાલ લાંબાએ જણાવ્યું કે, કેસ સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓ અને સાક્ષીઓને આસારામના ભક્તો અને અન્ય લોકોના માધ્યમથી ધમકીઓ મળી રહી હતી. જે દરમિયાન કેટલાક સાક્ષીઓની હત્યા પણ થઇ હતી. કેટલાક લોકો પર જીવલેણ હુમલો પણ થયો હતો.

DIG અજય પાલ લાંબાએ જણાવ્યું કે, 'ગનિંગ ફોર ઘ ગૉડમેન' પુસ્તકમાં આસારામ દુષ્કર્મ કેસની તમામ જાણકારીઓ મળશે. DIG અજય પાલ લાંબાએ કહ્યું કે, આસારામ દુષ્કર્મ કેસમાં પોલીસની તપાસનું એક ઉત્તમ ઉદાહરણ છે. જેનો ઉલ્લેખ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details