ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તાજમહેલ જોવા માટે કરાવવું પડશે ઓનલાઇન બુકિંગ, ટિકિટોના કાળાબજારથી પર્યટકો પરેશાન - તાજમહેલની મુલાકાત

રજાઓમાં તાજમહેલની મુલાકાત લેતા પર્યટકોએ હવે એડવાન્સમાં જ ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે. તાજમહેલની ટિકિટોના કાળા બજાર થતા બુકિંગનો સ્લોટ ફુલ થઇ ગયો છે જેથી પ્રવાસીઓ પણ હેરાન થઈ રહ્યા છે.

તાજમહેલ જોવા માટે કરાવવું પડશે ઓનલાઇન બુકિંગ, ટિકિટોના કાળાબજાર થી પર્યટકો પરેશાન
તાજમહેલ જોવા માટે કરાવવું પડશે ઓનલાઇન બુકિંગ, ટિકિટોના કાળાબજાર થી પર્યટકો પરેશાન

By

Published : Nov 22, 2020, 7:23 PM IST

  • આગ્રા પહોંચીને તાજમહેલ જોવા નહિ મળે
  • તાજમહેલ જોવા માટે કેપિંગ સિસ્ટમના પહેલા સ્લોટની તમામ ટિકિટો વેચાઈ ગઈ
  • પહેલા ઓનલાઇન ટિકિટ બુક કરો પછી જ તાજમહેલ જોવાનો પ્લાન બનાવો

આગ્રા: શનિવારે રાત્રે જ તાજમહેલની રવિવારે બપોર સુધીની તમામ 2500 ટિકિટો ઓનલાઇન બુક થઇ ગઇ છે. આ દરમિયાન ટિકિટોના કાળાબજાર પણ થઈ રહ્યા છે જેથી પર્યટકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

કોરોના પ્રોટોકોલના લીધે ઓનલાઇન બુકિંગની પ્રથા શરૂ થઈ

કોરોના સંક્રમણને લીધે તાજમહેલની મુલાકાત લેવા ઇચ્છતા પર્યટકો માટે ઓનલાઈન બુકિંગ ની પ્રથા શરૂ થઈ છે પરંતુ, કાળા બજારીઓ તેનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ બલ્કમાં ટિકિટો બુક કરી નાખે છે અને વધુ ભાવે વેચે છે. આ કારણે હજારો પર્યટકોને તાજમહેલ જોયા વગર જ પાછા ફરવું પડે છે. આથી હવે પર્યટકો પહેલા ઓનલાઇન ટિકિટ બુક કરાવીને પછી આગ્રા આવે તેમાં જ શાણપણ છે.

7 દિવસ પહેલા પણ થઈ શકે છે બુકિંગ

પર્યટકો ટ્રેન બુકિગની જેમ તાજમહેલનું પણ વહેલું બુકિંગ કરાવી શકે છે. કાળા બજારને લઈને પોલીસ પણ તંત્રના અધિકારીઓ સાથે મળી તપાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details