ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મરાઠા અનામત માન્ય છે, પરંતુ 16 ટકાથી ઘટાડીને 12 ટકા

મુંબઇ: બોમ્બે હાઇકોર્ટે મરાઠા અનામતની કાયદેસરતા જાળવી રાખી છે. જસ્ટિસ રજિત મોરે અને ભારતી ડાંગરેની ખંડપીઠે આ નિર્ણય સાંભળ્યો છે. પીઠે આ અનામતની મર્યાદા 12 ટકા કરી છે. પહેલા તેની સીમા 16 ટકા હતી. સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે અનામતની બંધારણીય કાયદેસરતાને પડકાર આપવામાં આવ્યો હતો.

validity

By

Published : Jun 27, 2019, 7:40 PM IST

કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારને સામાજિક અને આર્થિક રુપે પીડાતા લોકો માટે અલગ શ્રેણી બનાવી જોઇએ.

30 નવેમ્બર 2018માં મહારાષ્ટ્ર વિધાનસભાએ 16 ટકા અનામત આપવા માટેની અરજીને માન્ય ગણાવી હતી. જેમાં મરાઠા સમુદાયને શૈક્ષિણીક રીતે પછાત વર્ગને શિક્ષા અને નોકરીઓ માટે અનામતની મર્યાદા આપવામાં આવી છે.

16 ટકા અનામતમાં વધારો કરવામાં આવ્યો હતો જેનાથી મરાઠા અનામત 52 થી વધીને 68 ટકા થઇ ગઇ હતી. પરંતુ ત્યાર બાદ 16 ટકામાંથી ધટાડીને 12 ટકા કરવામાં આવી છે.

તો સરકારે આ બાબતે પ્રતિક્રીયા આપતા જણાવ્યું છે કે, આરક્ષણનો નિર્ણય સામાજિક અને આર્થિક રીતે પછાત મરાઠા વર્ગને આગળ લાવવા માટે લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details