- ખાનગી ચેનલના ચીફ એડિટરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી
- ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
- સેશન્સ કોર્ટથી મેળવી શકે છે જામીન
મુંબઇ: મુંબઈ હાઈકોર્ટે સોમવારે ખાનગી ચેનલના ચીફ એડિટર અને અન્ય બે લોકોની વચગાળાના જામીન આપવાની અરજી ફગાવી દીધી છે. 2018 માં ઈન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.
હાઈકોર્ટની સુનવણીનો ઘટનાક્રમ
જસ્ટિસ એસ. એસ શિંદે અને જસ્ટિસ એમ.એસ. કાર્ણિકની ખંડપીઠે કહ્યું કે "હાલના કેસમાં હાઈકોર્ટ દ્વારા અસાધારણ અધિકારક્ષેત્રના પ્રયોગ માટે કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી." કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે ખાનગી ચેનલના ચીફ એડિટર પાસે કાયદા હેઠળ રાહત માટે ઉપાય છે અને તે સંબંધિત સેશન્સ કોર્ટથી સામાન્ય જામીન મેળવી શકે છે.