આ સૂચના બાદ રેલ્વે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સાદા કપડામાં પોલીસ કર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.
ઈન્ડિયન મુજાહિદ્દીને બરેલી રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી - આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન
બરેલી: આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના સ્થાનિક કમાંડર મુન્નાખાન ઉર્ફે "મુલ્લા"એ બરેલી રેલ્વે સ્ટેશનના મુખ્ય અધિકારી સત્યવીર સિંહને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેણે ધમકી આપી છે કે જો તે કાવડિયા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થશે તો તેમને બોમ્બથી ઉડાવી દેવમાં આવશે.
એરિયા કમાંડરે પત્રમાં જણાવ્યું છે કે," હું IMનો એરિયા કમાંડર છું, સ્ટેશનના મુખ્ય અધિકારીને જણાવવા માંગુ છું કે જો કોઈ કાંવડિયા મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થશે તો અમે રેલ્વે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દઈશું, આ માટે સારુ રહેશે કે તમે પોલીસ અને પ્રશાસનને આ બાબતે જાણ કરી દો"
સરકારી રેલ્વે પોલીસના અધિકારી કૃષ્ણા અવતારે જણાવ્યું કે, સ્ટેશન પર આવનારા દરેક પર બાજ નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાવડ માર્ગને લઈને બંન્ને સમુદાય વચ્ચે અથડામણને કારણે આ જિલ્લો ચર્ચામાં રહે છે.