ઉત્તર પ્રદેશઃ લખનઉના વજીરગંજ વિસ્તાર આવેલી કોર્ટમાં બૉમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં ઘણા વકીલો ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
લખનઉની કોર્ટમાં બૉમ્બ બ્લાસ્ટ, અનેક વકીલ ઘાયલ - ઉત્તર પ્રદેશમાં બૉમ્બ બ્લાસ્ટ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની કોર્ટમાં બૉમ્બ બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ અનેક વકીલોને ગંભીર ઈજા પહોંંચી છે. જેમને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ, સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
lucknow blast
મળતી માહિતી પ્રમાણે, કોર્ટ પરિસરમાંથી 3 જીવંત બોમ્બ મળી આવ્યા છે. આ હુમલો વકીલ સંજીવ લોધી પર કરાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે ત્રણ જીવંત બોમ્બ જપ્ત કર્યા છે.
બોમ્બ હુમલો પરસ્પરના વિવાદને કારણે થયો છે. કોર્ટમાં પણ ચૂંટણીઓ યોજાવાની છે, જેના કારણે હુમલો હરિફાઈમાં કરવામાં આવ્યો હતો.