જેસલમેર (રાજસ્થાન): જિલ્લના પોકરણ ફીલ્ડ ફાઇરિંગ રેન્જમાં રામદેવરા વિસ્તારના નાડીની આગોરમાં બુધવારના રોજ 9.30 વાગ્યે બોમ્બ ફાટવાથી ત્રણ યુવાનોના મોત થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જ્યારે ગામના લોકોએ જણાવ્યું કે, આ યુવાનો ધાસચારો લેવા માટે બાજુના ગામ ગયા હતા.
રાજસ્થાનના પોખરણ ફાયરીંગ રેન્જમાં સ્ક્રેપ ખોલતા સમયે થયો બોમ્બ બ્લાસ્ટ, ત્રણ યુવાનોના મોત - Bomb blast during scrap opening
જૈસલમેરના પોખરણ ફિલ્ડ રેન્જમાં બુધવાર રાત્રે બોમ્બ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે યુવકો પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં સ્ક્રેપ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રમ યુવાનોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા.
ત્રણેય યુવાનોએ જ્યારે ઘાસચારો લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં તેમને સ્કેપ જોયો હતો અને તેમને તેને વિણવાનો શરૂ કર્યો હતો. સ્ક્રેપને તે લોકોએ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થતા ત્રણેય યુવાનોના ચિથડા ઉડી ગયા હતા અને તેમની ઘટના સ્થળ પર જ મોત થઇ હતી.
આ ઘટનાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેને સાંભળીને લોકો ઘટના સ્થળ પર પહોચ્યા હતા, ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચ્યા હતા અને મૃતદેહેને પીએમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. યુવાનોના મૃતદેવ પાસેથી 10થી 15 સ્ક્રૈપ પણ મળ્યા હતા. પોલીસ ઘટનાની પૂછપરછ કરી રહી છે.