ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાબુલમાં લગ્ન સમારોહમાં બ્લાસ્ટથી 63 લોકોના મોત, ભારતે હુમલાની નિંદા કરી - Inaternational news

કાબુલઃ અફઘાનિસ્તાનના કાબુલમાં એક હુલાખોરે લગ્ન સમારોહમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 63 લોકોના મોત થયાં હતા. જ્યારે 180 લોકો ઘાયલ થયા છે. ISA ઘટનાની તપાસ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. ભારતે આ દુર્ઘટનાની નિદાં કરી મૃતકો અને ઘાયલો પ્રત્ય સંવેદના વ્યક્ત કરી છે.

કાબુલમાં લગ્ન સમારોહમાં બ્લાસ્ટથી 63 લોકોના મોત

By

Published : Aug 19, 2019, 8:31 AM IST

ભારતે કાબુલ દુર્ઘટનાની ટીકા કરી મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી છે. જ્યારે ઘાયલો માટે જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. વિદેશ મંત્રાલયમાંથી જાહેર થયેલા નિવેદન મુજબ ભારતે આ આતંકી હુમલાને અંજામ આપનાર લોકો પર કડક કાનુની કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું છે.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક લગ્ન સમારોહ દરમિયાન શનિવારે રાત્રે હુમલાખોર દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં 63 લોકોના મોત થયા હતાં, જ્યારે 180 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોરે આ બોમ્બ બ્લાસ્ટમાં પોતાને પણ ઉડાવી દીધો છે.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીએ જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ શનિવારે રાત્રે 10.40 કલાકે થયો હતો. જેમાં કેટલાય લોકોના મોત થયા છે, જ્યારે 180 કરતા વધારે લોકો ઘાયલ છે. ઘાયલોમાં મહિલાોઓ અને બાળકોની સંખ્યા વધારે છે.

ABOUT THE AUTHOR

...view details